તરહી
*દોડતો કેવો રહ્યો એ દરબદર.*
*જીંદગી હાંફી રહી કારણ વગર.*
શોધતી રબને ફરી ભારણ વગર,
મંદિરે ભટકે હવે જો દરબદર.
કેટલા વરસો ગયાં ફોગટ છતાં,
જીવવું છે હસ્ત ઝાલી એ ડગર.
આવતાં જે આંગળી ચીંધે કદી,
મોજમાં રહેવું ગમે છે તે નગર.
બાગ તારો મ્હેંકતો કેવો સદા,
મ્હેંકશે મારા પછી મારી કબર.
પાંપણો ભારે થશે સપને જરા.
જ્યાં હવે મારી પહોંચી ગઈ ખબર.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૩/૧૦/૧૭
No comments:
Post a Comment