જ્યાં વસેલું છે હજી મારું જિગર.
ઝાંખું-પાંખું યાદ છે મારું નગર.
પ્રશ્ન પૂછી મૂંઝવણ ઊભી ના કર
હું તને ચાહું છું બસ કારણ વગર.
દ્રશ્ય ફૂટી નીકળ્યાં છે ભીંત પર.
એને જોવા કોઈ જાગ્યું રાતભર.
આટલી ઈચ્છા ફળે તો બસ ખુદા,
શબ્દ એનો સાંભળું હું ઉમ્રભર.
તો જ મારા દિલને ટાઢક વળે,
એ સખી તું તારા હાથે જામ ભર.
જિંદગીને ખાલીપો ઘેરી વળે,
એ પછી વર્તાય છે તારી કસર.
જિંદગીને વેતરી જ્યાં માપસર.
કાફલો પ્હોચી ગયો મુકામ પર.
અદિશ
No comments:
Post a Comment