Thursday, 5 October 2017

ગઝલ

આયના સામે પડે છે જો નજર,
લાગણી તોયે રહે આ બે અસર.

લાખ હું સોચું વિચારું તે છતાં,
મન રહે છે આસ ધારી કાલપર

કેટલા ભાવો જગાવી હેતના,
રાખતા ભીના હદયને તરબતર.

કોઇ દી એવો સમયપણ આવશે,
માણસાઈ ભાવનામાં તર બતર.

બસ અહીં માસૂમ તમે થોભો જરા,
છે ફલક કેરી રહી સીધી નજર.

           માસૂમ મોડાસવી

No comments:

Post a Comment