Saturday, 14 October 2017

ગઝલ

શબ્દોને કોનુ છે વળગણ ખબર નથી કઇ.
કેમ નથી કાગળને સમજણ ખબર નથી કઇ.

મૌન કરે શું વાતો ક્ષણ ક્ષણ ખબર નથી કઇ.
શું કરવું શું કહેવું કઇ પણ ખબર નથી કઇ.

તારુ મારુ હોવું, બન્નેનુ બન્નેમાં હોવું, એમા
શું લેવા તરડાયા દર્પણ ખબર નથી કઇ.

એક તરફ એ ઊડ્યા કરતુ એક તરફ એ રઝળ્યા કરતુ,
પંખીને પીંછાનુ સગપણ ખબર નથી કઇ.

દિલ દેવામાં વાંધો શું છે? દઇ દીધુ જા,
આ પગલુ ભરવાનુ કારણ ખબર નથી કઇ.
                 ---ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment