Saturday, 14 October 2017

ગઝલ


*🍃'ઝંખના'🍃*

ઝંખના રાતભર એ પળોની જ કે, સુરભિથી તુજ મહેકતી સવારો મળે.
તે છતાં કેમ તારી મળે પાનખર, ને નહીં કેમ તારી બહારો મળે?

જે વ્યથાઓ વિરહમાં સતાવે ઘણી, એ વ્યથાનો દરિયો ઉલેચ્યાં કરું,
જો ડૂબી જાવ તો છે વિરહ પણ વસૂલ ને તરી જાવ તો પણ કિનારો મળે.

ઘા હૃદયના ઘણાયે છુપાવ્યા નહીં, એ વિચારી દિલોની દવા કો'ક દે,
છૂટકારો દુઃખોથી મળે ના ભલે, પણ દરદ એક નહિ કાં હજારો મળે?

રાતની ચાંદનીનો ગુનો એ હતો, બે ઘડી ચાહવાની સજા દે મને,
બેવફા આભલુંયે અજાણ્યું નથી, તુજ શિકાયત કરું જો સિતારો મળે.

નાવ મારી વમળમાં ફસાઈ 'પ્રદીપ', કેમ તરવો સમંદર હવે એકલા !
હું તરીને પહોચી જવું મંજિલે, આપનો સાથ ને જો સહારો મળે.

*— પ્રદીપ સમૌચા*

No comments:

Post a Comment