*🍃ઘણા ઊંચા મિનારે છું🍃*
હજીપણ હું પ્રણયના એ જ સાગરને કિનારે છું;
વિતેલા એ સમયની એ જ યાદોને સહારે છું.
થયો આભાસ તારો જ્યાં મને ગઈ કાલની સાંજે,
હવે તો ત્યારનો ત્યાં રોજ સાંજે ને સવારે છું.
અરે ! આ મયકશી જેવી મજા બીજી ન હો સાકી,
નશામાં ચૂર સુરાના, આજ થોડો નહિ, વધારે છું !
ભલે, લિલામ થઈ ગઈ ત્યાં હૃદયની લાગણીઓ સૌ,
હવે છું તોય એવી લાગણીઓની બજારે છું.
જમાનો છો મથે પણ નહિ મને એ તોડી શકવાનો,
ભલે, હાર્યો જરા, પણ તોય તૂટ્યો ક્યાં લગારે છું ?
'પ્રદીપ' તારા સ્મરણનો ના બુઝે મારા હૃદયમાંથી,
ફરીથી હું સમયના એ ઘણા ઊંચા મિનારે છું.
*— પ્રદીપ સમૌચા*
No comments:
Post a Comment