વાત જરાક અમથી હતી
થઈ અખબાર કેમ ખબર નહીં?
બારી બારણા બંધ હતાં
દિવાલોને કાન હતા કે કેમ ખબર નહીં?
વાટ હતી, દીવેલ પૂરતું હતું
પ્રગટ્યો નહીં દીપ કેમ ખબર નહીં?
રંગ રોગાન બધું બરાબર હતું
મકાન આ બનશે કદી ઘર કે કેમ ખબર નહીં?
પડી ખબર ત્યારથી દોડમાં હતો
પામી જઈશ કે કેમ ખબર નહીં?
સમુસૂતરૂ ઉતરે ફિરાકમાં હતો
થયો ક્યાંકથી કાંકરી ચાળો કેમ ખબર નહીં?
નસીબે કદાચ બળીયો નો'તો"નીલ "
આ હથેળીમાં એની રેખા ભૂંસાઈ ગઈ હતી કે કેમ ખબર નહીં?
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
Wednesday, 25 October 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment