Wednesday, 25 October 2017

ગઝલ

ગઝલ – વાદળ ઉપર...

મોર પિચ્છ  જૂઓ તરે છે જળ ઉપર ;
યાદ રાધાની  વહે   ખળખળ  ઉપર.

લાગણીઓ    તો   તીડોના ટોળા  છે.
ચાડિયો થઇ ઉભો છું  ભાગળ   ઉપર.

સર્વ  કોરા   ને  મને    એ   ભીંજવે ;
નામ  ક્યારે  હોય  છે  વાદળ  ઉપર .

પરપોટા  જેવી   ક્ષણીક  છે  જીંદગી ;
તેથી શ્વાસો ને  લખ્યા  ઝાકળ  ઉપર .

એટલું બસ કાફી  છે , ” વ્હાલી સખી “;
શું લખું  આંસુ  ભીના  કાગળ   ઉપર .

દિલીપ વી ઘાસવાલા

No comments:

Post a Comment