Wednesday, 25 October 2017

ગીત

સુધારીને ફરીથી...

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અક્ષર પરપોટા

શબ્દના સિક્કાઓ લઈને ધારોધાર નીસરવું;
અરથ ગરથને સાંધી બચકે આરપાર ઉતરવું.

ફૂલની ફોરમ બની ઠનીને ઊભી રહી જાય સામે;
ઝાકળનું ઝાંઝરવું પહેરી ઠમકે અલખ ફૂલને ધામે.
પર્વત ટોચે કરી હાકલા સાતેય સાગર તરવું.
શબ્દના સિક્કાઓ લઈને.....

પંખી ગણનું લઈ ફફડવું ચાંચે ચોમાસું ચોધાર,
અંદર વાદળ ગોરંભાતું વરસે અનરાધાર.
આ પરપોટામાં સૂરજના ચમકારે ચિતરવું.
શબ્દના સિક્કાઓ લઈને.....

-  ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment