Wednesday, 18 October 2017

ગઝલ

ચાલને ભેગા મળીને ઊજવીએ સૌ દિવાળી,
સામે ચાલી નોતરીને ઊજવીએ સૌ દિવાળી.

એક દાડો ફેસબુક, ટ્વીટર ને વોટ્સએપ છોડી,
બાહમાં મિત્રો ભરીને ઊજવીએ સૌ દિવાળી.

અંગ પર કપડું નથીને, પેટમાં ફૂટે ફટાકા,
એમને રાજી કરીને ઊજવીએ સૌ દિવાળી.

પ્રેમરૂપી દીવડાઓ આંગણામાં ગોઠવી દઈ,
સ્નેહ રંગોળી રચીને ઊજવીએ સૌ દિવાળી.

સાફ કરશું જેમ બારી બારણાને વાસણો એમ,
દિલને થોડું ઊટકીને ઊજવીએ સૌ દિવાળી.

....પ્રશાંત સોમાણી

દિપાવલીની ખુબ ખુબ શુભેચ્છાઓ......

No comments:

Post a Comment