Monday, 2 October 2017

ગઝલ


"ગાંધી" ચરખે ઝીણું-ઝીણું કાંતી તારી જાતને
દીધી સમજાવી પૂણીના તારની તાકાતને

ચાકડા ૫ર તેં ચડાવી ગાંધી, તારી જાતને
ઘાટ આપ્યો છુટી-મુટી માટીની મિરાતને

શબ્દના તેં પીંજરામાં ઊભી રાખી જાતને
આત્મકથનીમાં કબૂલી સત્યની સોગાતને

જીવતા, બંદૂક સામે મૂકી તારી જાતને
સત્યના શસ્ત્રે હરાવ્યા કૈંક ઝંઝાવાતને

સૂર્ય થઈ સ્વાધીનતાનો, બાળી તારી જાતને
તેં કરી દીઘી પ્રભાત, અંધારી કાળી રાતને

હર્ષદ ચંદારાણા

No comments:

Post a Comment