🌾શીર્ષક:ગાંધી ક્યાંય નથી!🌾
ચરખો છે ત્યાં ગાંધી નથી.
ખાદીમાં પણ આંધી નથી.
શોભાની પ્હેરી પોતડી,
સચ્ચાઈથી બાંધી નથી.
કરુણાના સુતરાઉ વ્રતે,
હિંસક ઈચ્છા સાંધી નથી.
ઝોખી કાગળમાં ભૂખને,
ટાઢા ચૂલે રાંધી નથી.
ચળવળના સિદ્ધાંતો ઉપર,
મર્યાદાની કાંધી નથી.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment