Monday, 2 October 2017

અછાંદસ

ગાંધી ચોક પાસે,
અચાનક ગાંધીજીનું પૂતળું ગુસ્સે થયું,
કહે! અલ્યા તે વોટ્સએપ ખોલ્યું,
મેં ના કહ્યું, તો બોલો!
એતો બબડયું,
રોજ નોટો પર થુંક લગાવી ગણે છે,
ટપાલ ટોકીટ પાછળ થુંક લગાવી ચોંટાડે છે,
ત્યારે બાપુ યાદ પણ આવે છે?
હાલી નીકળ્યા!
મેં હિંમતથી બાપુને પૂછ્યું તે થયું શું?
બાપુ કહે શકોરું!
આજે ગાંધીવાદી બનવા દોટ મેલી છે તે!
કોમી એકતા સ્થપાઈ?
દારૂ બંધ થઈ ગયો?
સ્વચ્છ ભારત કરી દીધું?
મેં કહ્યું હું શું કરું?
થોડું બબડી ગાંધી ચૂપ થઈ ગયા-
"તું વોટ્સએપ વોટ્સએપ રમ,
મહેનત પર પાણી વળી ગયું!!"

-સંદીપ આર. ભાટીયા

No comments:

Post a Comment