Monday, 2 October 2017

અછાંદસ

એક અછાંદસ કાવ્ય
એ લોકો ખાદીધારી છે,
ગાંધી આશ્રમમાં નિયમિત જાય છે,
પછી વિદેશી કપડાનો વેપાર કરે છે..
એ લોકો સત્યવાદી છે,
સત્યનો આગ્રહ રાખે છે,
પછી જનતાને અસત્ય બોલી છેતરે છે..
એ લોકો અહિંસાનું પાલન કરે છે,
અહિંસા માટે ભાષણો કરીને
સ્વાર્થ માટે  હિંસા કરાવે છે...
એ લોકો દેખાવે ગાંધીવાદી છે ,
પણ સ્વભાવે ?....ના
મારે નથુરામ ગોડસે થવું છે..
એ લોકો ને માટે.....

દીપ્તિ બુચ:

No comments:

Post a Comment