Monday, 2 October 2017

ગઝલ

*🍃'પ્રદીપ'🍃*

બુઝશે હમણાં આગ પ્રદીપ,
છેડો દીપક રાગ પ્રદીપ.

હૈયામાં ઊંડાણ ઘણું,
આંખો દેશે તાગ પ્રદીપ.

હમણાં દીધું સ્મિત તને,
સારો છે આ લાગ પ્રદીપ !

સામે આવ્યો સિંહ ભલે,
કાયર થઈ ના ભાગ પ્રદીપ.

માગે છે શું એક ગુલાબ;
આપું દિલનો બાગ પ્રદીપ !

કો'ક અતિથિ આવશે હમણાં :
નેવે બોલે કાગ પ્રદીપ.

ખૂટીં ગઈ દરિયાવદિલી ?
નદીઓ જોડે માગ પ્રદીપ.

અજવાળી દે ફૂંક દઈ,
તું છે એવો નાગ પ્રદીપ.

તશ્કર ટૂટ્યાં છે ઘરમાં !
ઊઠ, ઊભો થા, જાગ પ્રદીપ.

બૂઝી ગઈ છે જ્યોત હવે,
મૂકી કાળો દાગ પ્રદીપ !
         
*— પ્રદીપ સમૌચા*

No comments:

Post a Comment