Wednesday, 25 October 2017

ગઝલ

જીવવાનુ એજ કારણ થઈ ગયું,
ઝાંઝવુ થીજી અને રણ થઈ ગયું.

થઈ ગયાં સ્મરણો સુગંધી પૂષ્પ, ને-
ફૂલ  આપોઆપ  ફાગણ  થઈ  ગયું.

આપ  ધારી  ધારીને  જોતાં  રહ્યાં,
દિલ તૂટીને જાણે દર્પણ થઈ ગયું.

ક્યાંક ઝાંઝર અહીંયા હોવું જોઈએ,
મારી ભીતર રણઝણણઝણ થઈ ગયું.

એ  રદીફોવશ્ બની  બેઠાં  હવે,
કાફિયાને કોનું કામણ થઈ ગયું.

       ભરત ભટ્ટ

No comments:

Post a Comment