Thursday, 5 October 2017

ગઝલ

રિસાણી છે નિંદર તું કારણ ન શોધ
આ અધકચરા શમણાંનું મારણ ન શોધ

આંખોમાં અટકેલું મોતી ગૂંગળાય હવે,
છોડ માયા ડૂસકાં ની, ભારણ ન શોધ

મૃગજળ ને પામવા ની ઈચ્છા જો પાળી તો,
ભટકી લે સહરા તું, ઠારણ ન શોધ

જીવન ના ઘડિયા માં નિયમ બાકાત છે
કરી સરવાળો-બાદબાકી, તારણ ન શોધ

છે ભીંત તો, હશે ભીંત નું ય મારણ
ભર હરણ ફાળ તું, હારણ ન શોધ.

                         -ચિંતન આચાર્ય

No comments:

Post a Comment