ગઝલ
--- *** ---
મૂલ્ય હૈયામાં વસ્યાનું કેટલું છે માન્યવર
સોના ઈંઢોણી ને રુપા બેડલું છે માન્યવર
હું અટકચાળી ને નખરાળી નદી છું, શું કરું ?
શાણપણ દરિયો ડહોળ્યા જેટલું છે માન્યવર
નીકળું તો સૂર્ય નજરો મેળવી શકતો નથી
નૂર આંખોનું અતિશય, એટલું છે માન્યવર
લઈ હલેસું નીકળી છું હું વિરાટે સ્પર્શતું
પાર કરવાનું મટીયલ ઢેફલું છે માન્યવર
કૈક બદલી બાટ, લોકો કૈક સરવાળા કરે
છે જિગર તો તે જ તેમ જ તેટલું છે માન્યવર
.. સુરેન્દ્ર કડિયા
No comments:
Post a Comment