-: ગઝલ :- લપટાય શું?
-------------------
સાવ જુઠ્ઠી વાતમાં લપટાય શું?
સાચા માણસને કદી કંઇ થાય શું ?
ખુદ તણાં ચશ્મા પહેરી ને જુઓ ,
સાવ ચોખ્ખું કેમ ના દેખાય શું ?
એ ભલે ને સો દફા કહેતા ફરે ,
આપણાથી કાંઇ પણ બોલાય શું ?
આંખમાં બે ભાગ છે આ લોકની ,
સાવ અડધું એમ કંઇ દેખાય શું ?
સાચને જો આંચ આવી હોય તો ,
કોઇ સામે જોરથી બોલાય શું?
ચાલ જઇએ લોકના આ મન સુધી ,
ભાવ જો એકાદ બે પરખાય શું ?
જો ગળે આવે નહીં ઉલટ કશું ,
ભાવથી માણસ 'ધમલ' એ ગાય શું ?
-દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment