હર વાતે અંહિ સાબિત થવું પડે
વિશ્વાસ મેળવી પ્રમાણિત થવું પડે.
માણસ માણસ વચ્ચે ખાઇ છે મોટી
લાગણીનાં તંતુ જોડી સેતુ થવું પડે.
હથેળીની રેખામાં હોય લખેલું
ઘણું
ઉકેલવાને મહેનતુ સાક્ષર થવું પડે.
બંધ દરવાજા ભાળી પાછું થોડું ફરાય?
પ્રયત્નોની આખી હારમાળા થવું પડે.
વિંધી શકાય ના ભલે સાતેય કોઠા
આ જીવનક્ષેત્રે અભિમન્યુ થવું પડે.
પથ્થરે પથ્થરે હોય ના કદી પ્રાણ
પ્રગટે જ્યારે શ્રદ્ધા સાચી ઈશ્વર થવું પડે.
સમજણ જ્યારે પ્રીતની સાચી સાંપડે
ખાંડાની ધારે"નીલ " ચાલતું થાવું પડે.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
No comments:
Post a Comment