જરા તું પૂછ આવી ઘાવ બાબતમાં
મળી છે ચોટ કેવી સાવ બાબતમાં
પડી મોંઘી મને તૃષ્ણા જ મારી તો
હતી રકઝક કરી મેં ભાવ બાબતમાં
સભામાં ભીડ જોઈને એ નેતાજી
વિચારે છે હવે એ વટાવ બાબતમાં
ન પકડ્યો હોત હાથો તે કુહાડીનો
વિચાર્યું હોત તેને છાંવ બાબતમાં.
નદી વડલો ફળીયું મેડી રમત ભાગળ
પુછ્યા કરતું શહેર એ ગાંવ બાબતમાં.
તળાવ તરફ ફરે છે આંગળી એમજ
ઉઠે પ્રશ્ન સુકાયેલી વાવ બાબતમાં.
બચી ગ્યાં એજ ઈશ્વર પાડ માનું છું
હતી શંકા મને એ નાવ બાબતમાં
સફરને માણવાનું "હોશ" શીખ્યો છે
નથી ચિંતા કશી ય પડાવ બાબતમાં
- શ્રેયસ ત્રિવેદી 'હોશ'
No comments:
Post a Comment