આ તર્ક ને વિતર્ક જરીવાર હોય છે !
ને, મૌનનો પ્રભાવ લગાતાર હોય છે !
ઉત્તર બધાયે એના વજનદાર હોય છે ,
ખાલીપો એ રીતે તો અસરદાર હોય છે !
બસ, આપણાં જ આંખ અને કાન બંધ છે,
બાકી તો, આપણાંમાં અમલદાર હોય છે !
તું કોણ છે ? નો પ્રશ્ન અરીસો તને પૂછે ,
જાગી જવાની ક્ષણનો એ અણસાર હોય છે !
આ રોજની કસોટીથી સાબિત થયું..સમય ,
થોડો-ઘણો તો તું ય તરફદાર હોય છે !
- લક્ષ્મી ડોબરિયા
સુપ્રભાત
No comments:
Post a Comment