આયનાઓ ચોતરફ ધારી જુઓ,
હું જ છું સર્વત્ર વિચારી જુઓ.
આપનું ક્રંદન શું શું કહી જાય છે ?
ખીણમાં થોડું ક ચિત્કારી જુઓ.
એ કદી આકાશથી વરસી પડે,
भोंयमां ઈચ્છાઓ ભંડારી જુઓ.
તેજની માત્રા દીવાને ના પૂછો ,
કેટલી છે એની ખુમારી,જુઓ !
કઈ તરફથી મ્હેંક આવે છે અહીં ?
કઈ તરફ ખૂલે છે એ બારી જુઓ?
એટલે પીડા વ્હાલી થઈ જશે ,
आंसुओने સહેજ શણગારી જુઓ.
બેઉ कांठे છે નદી ઊર્ફે ગઝલ,
કાફિયાની નાવ હંકારી જુઓ.
*ભરત ભટ્ટ*
No comments:
Post a Comment