આ આંખ બંધ કરું ને તું આવે ,
આ મન જુઓ કેવા શમણાં સજાવે .
આપણા મિલનને કોઈ સ્થાન નથી ,
તારી તરફ જવા રાહનું પ્રસ્થાન નથી .
તે છતાં આ મન દોડી તરસને વધાવે .
આ આંખ બંધ કરું ને તું આવે ,
આ મન જુઓ કેવા શમણાં સજાવે .
તું પળપળ લાગે મારી પાસે ,
ઝરણા ,પહાડ હોય ચોપાસે .
આ ચાહત છે કે આદત તે કોણ સમજાવે ?
આ આંખ બંધ કરું ને તું આવે ,
આ મન જુઓ કેવા શમણાં સજાવે .
તારી લટો વિખરાઈ છે કાજલ નયન પાસ ,
ઘાયલ તુજથી હું ને તોય તું લાગે ખાસ .
પ્રેમ જિંદગીના ઘ્વાર ફરીથી ખખડાવે .
આ આંખ બંધ કરું ને તું આવે ,
આ મન જુઓ કેવા શમણાં સજાવે .
તું દૂર રહીને પણ સાથે રહેજે ,
વાત હૈયાની ચૂપ રહીને પણ કહેજે .
આ સથવારો જીવન બાગ મેહકાવે.
આ આંખ બંધ કરું ને તું આવે ,
આ મન જુઓ કેવા શમણાં સજાવે .
થોડો સમય લઇ મળી જાજે,
નદી મળે તેમ સાગરમાં ભળી જાજે.
અંતર આપણા દૂર ને નાવ કિનારે આવે .
આ આંખ બંધ કરું ને તું આવે ,
આ મન જુઓ કેવા શમણાં સજાવે .
આ આંખ બંધ કરું ને તું આવે ,
આ મન જુઓ કેવા શમણાં સજાવે .
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
No comments:
Post a Comment