Thursday, 15 March 2018

ગઝલ

નામ એનું દિલના પાને ઘૂંટવાની વાત છે
ને પછી આંસુના પોતે ભૂંસવાની વાત છે.

પ્રેમમાં તોડી હું લાવ્યો ચાંદ તારા આભથી,
હા છે મારી, એમની હા પૂછવાની વાત છે.

મેં ખુલી આંખોથી જોયું છે બધુંયે તૂટતા,
બંધ આંખોનું સપન બસ તૂટવાની વાત છે.

બાગનાં ફૂલો બધા તોડ્યા અને વીણી લીધા,
પણ હજી તો કંટકોને ચૂંટવાની વાત છે.

દર્દના પર્વત હૃદયમાં એટલા ઊભા થયા,
પાંપણે કોઈ ઝરણ બસ ફૂટવાની વાત છે.

જીવવાની લ્હાયમાં હોમી દીધું સર્વસ્વ મેં,
બસ હવે જીવન આ 'તન્હા' ફૂંકવાની વાત છે.

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

No comments:

Post a Comment