ફૂલનુ ગઠબંધન કંટક જોડે, ક્યાં સુધી ચાલશે,
વાર કરવા ઘેરી ને બેઠા છે, ક્યાં સુધી ચાલશે...
લસરવાનો ગુણધમઁ છે ઝાકળ બુંદને,
ટકી રહેવાની જહેમત, ક્યાં સુધી ચાલશે...
વિંધાવાનુ દદઁતો પાંદડીયુને પુછવુ પડે,
મલમ લગાડવાની મહેનત, ક્યાં સુધી ચાલશે...
સમાનતા રહિ છે અમારી પણ એમની સાથે,
પુરાવા વગરનો આરોપ, ક્યાં સુધી ચાલશે...
શણગાર અમસ્તોજ નથી કહેવાતો બાગનો,
નીત ભિનાશ માટે તરસવાનુ, ક્યાં સુધી ચાલશે...
...પુનીત સરખેડી
No comments:
Post a Comment