એક કથાનો અંત બહું સારો આવ્યો,
આ તો પંખીને મારવાનો વારો આવ્યો.
ભૂતકાળ ભવ્ય હોય તો ભૂલી ના શકાય,
આતો અમારા ભાગે સમંદર ખારો આવ્યો.
મળવા છતાં કાયમ આધાર ખોટો ઠર્યો,
ફરી સંબંધોમાં વળાંક અણધારો આવ્યો.
હકીકત છુપાવી ક્યાં લગ જીવી શકીએ,
બસ હમણાં જ કેદ માંથી હું બારો આવ્યો.
જીવી શકાય એનું કારણ તો જોઈએ ને,
માછલીની આંખોમાં જ પારો આવ્યો.
મુકેશ કાનાણી ii નાકામ ii
No comments:
Post a Comment