Saturday, 17 March 2018

ગઝલ

ધારો એવું થાય, સારું લાગશે પણ થાય તો ને ?
તો સરળ જીવન બને, પણ સૌ સ્મરણ ભૂલાય તો ને ?

આવે છે જ્યારે તું સામે, હુું બની જાઉં છું બસ,મૌન !
કહેવું છે મારે ઘણું, પણ શું કરું, બોલાય તો ને ?

હું બદલવા ચાહું છું આ જિંદગીને મન પ્રમાણે,
ઝંખીએ, પણ આપણાથી એ કદી બદલાય તો ને ?

હું વિચારું છું, ગઝલ સર્જું હું એવી જે અમર થાય !
બસ, મથામણ તો સતત કરતો રહું, સર્જાય તો ને ?

હું ઈશારાઓ કરીને થાકી જાઉં રોજ, દોસ્તો !
વાત મારી સહેજ પણ એને કદી સમજાય તો ને ?

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment