Thursday, 15 March 2018

ગઝલ

આંખમાં ખૂંચી જવાનું,
સ્વપ્ન તો તૂટી જવાનું.

પાપનું છે માટલું મન
એક દી ફૂટી જવાનું.

નહિ કરો મહેનત જો યારો,
ભાગ્ય પણ રુઠી જવાનું.

જો ફકીરીમાં રહો તો,
કોણ શું લૂંટી જવાનું!

મોહ માયા, રૂપ વૈભવ,
સૌ અહીં મૂકી જવાનું.

હું લખું ગઝલો અને આ,
શબ્દનું ખૂટી જવાનું.

ડો.સુજ્ઞેષ પરમાર

No comments:

Post a Comment