Thursday, 15 March 2018

ગીત

ગીત -  વાસંતી  વાયરો

કે  વાસંતી  પવન  ઝપાટે  ગોરાંદે  છલકાય
નિરખીને  છેટો  ઊભેલો  વાલમિયો   મલકાય
                  બેઉ   મનમાં  લ્યો   છલકાય. .....

વાલમિયો  કે' એય  વાયરા  સંદેશો  લઈ જાજે
કંચનગોરી   વાટ  જુએ  તું   દૂર  કશેય  ના જાજે .
જીવતરિયામાં   નેહ  નીતરતા  મોતીડાં  ટંકાય !
                            બેઉ  મનમાં  લ્યો  હરખાય. ...

વર્તી  હેતહિલ્લોડાં  વાયુ  આનંદી  ગ્યો  અતી!
એનેય  મનમાં  થાતું,  બારે માસ  રહું  વાસંતી!
નકરાં  હેત  ભરેલાં  કણકણ  ભર્યાભાદર્યા  થાય!
                        બેઉ  મનમાં  લ્યો  હરખાય. ...

-------------હેમા ઠક્કર "મસ્ત "

No comments:

Post a Comment