Thursday, 15 March 2018

ગઝલ

ગઝલ

ધરા પણ હતી ને આ ગગન પણ હતું
માનવીય મૂલ્યોથી મહેકતું ચમન હતું

જીવન અણમોલ અને એક ધ્યેય હતું
 સત્ય માટે ફના થતું મોંઘેરું મરણ હતું

 વર્ણ વ્યવસ્થા ને હતો અનેરો ભાઈચારો
  સમૃદ્ધિ હતી અને  કાયમી અમન હતું

   તહેવારો એકમેકના સાથે ઉજવતા
  મઝહબ અલગ પણ એક વતન હતું

   ચાલો ફરીથી વિશ્વને ખાતરી અપાવીએ
   અહીં સહુને સમાવતું અનેરું ઉપવન હતું

                      દિલીપ શાહ

No comments:

Post a Comment