Thursday, 15 March 2018

અછાંદસ

આશાને લગામ રાખજો
સંતાન છે તમારા જાણજો.
શમણાંની પણ હદ હોય છે
હકીકત જરા તપાસજો.
હરીફાઈનો કોઈ ઘોડો નથી
ચાબુક મનને ફટકારજો.
માવતર છો ચોક્કસ છે જાણ
આ બાળકને બાળક જાણજો.
ભાર તળે દબાય જાય ગમતું
એ પહેલા હળવી ક્ષણ જરા આપજો.
આ જીંદગી છે મોટી પરીક્ષા "નીલ "
આ ઝીણી ઝીણીનો ડર ન આપશો.

રચના:નિલેશ બગથરિયા
            "નીલ "

No comments:

Post a Comment