ગઝલ :- હું ય વાહક છું.
-------------------
કેટલીયે વાતનો તો , હું ય વાહક છું.
કામનો પણ હું ય છું ને હું ય નાહક છું.
દર્દ -પીડા , ભાવમાં કંઇ વ્યાજબી કરજો ,
રોજ ત્યાં પણ આવનારો , હું ય ગ્રાહક છું.
પ્રેમ ક્યાં વેચાય હાટે ,રૂપની માફક,
પણ ,જરા સદ્ ભાગ્ય છે કે હું ય ચાહક છું.
તેજ ,પૃથ્વી ,જળ, પવન ,આકાશ મારામાં ,
ઓગળે છે એટલો તો હું ય દાહક છું.
છે યુગોની ઝંખના ,મળવું 'ધમલ' બે પળ ,
લાગણીને પ્રેમનો કંઇ હું ય ગાહક છું.
- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment