Thursday, 15 March 2018

ગઝલ

તું ભલે બોલે નહીં; ઈચ્છે મને;
મૂળમાંથી   એમ   ઉચ્છેદે  મને.

અર્ધજાગ્રત આભને આંબી જવા--
જ્યાં કરું કોશિશ કે અવરોધે મને.

કાળજું કૂણું મળ્યું છે જેમને--
એજ પથ્થર સમજી કરકોલે મને.

સ્વપ્ન અંગે હું વિચારી ક્યાં શકું ?
સાંજ પડતાં રોજ હંફાવે મને.

તુંજ છે સાક્ષાત્ ગઝલ તો હું શબદ--
અવતરીને તું જ અવતારે મને.
14:05       -------ગુણવંત ઉપાધ્યાય
11032018

No comments:

Post a Comment