Thursday, 15 March 2018

ગઝલ

ને કફન ઓઢી મરી શકતા નથી
બોલ તારા એ ફરી શકતા નથી

થાય છે મન તારા સુધી આવવા
આંગણેથી ડગ ભરી શકતાં નથી

સ્હેજ ફૂટ્યું ડાળખીએ એ પછી
પાનખરમાં પણ ખરી શકતાં નથી

ધોમ ધખતો જો તપે છે એ છતાં
વાદળો મારાથી ડરી શકતાં નથી

જો અબોલા થાય તો આકાશ આ
સંબધો નબળા ધરી શકતાં નથી

આકાશ
ભરત પ્રજાપતિ

No comments:

Post a Comment