માણસ છે,
્્્્્્ ્્્્્
ડૉ.સત્યમબારોટ
ઇશ્વર, અલ્લા જુદાં માંગે, માણસ છે,.
પાછું ઇશ્વરનું ઘર ભાંગે, માણસ છે.
ઘરનાં ના ઠેકાણાં એને પોતાને,.
તોયે મંદિર ચણવા લાગે, માણસ છે.
કાળાં ધોળાં રંગે ખુદને વ્હેચે છે,.
હોળી છે જાતોના ફાગે,માણસ છે.
ઘડતો ર્ હ્તો દિલમાં અણુ બોમ્બ મોટા,.
પાછો ગોળી થઇ ને વાગે, માણસ છે.
અંતરના અજવાળાં છોડી શોઘે છે,.
માણસને ખોટા ચિરાગે,માણસ છે.
ખોટાં કામો કરવાથી એ ખુશ થાતો,
ને સાચાં થી આઘો ભાગે, માણસ છે.
શોધો માંથી માણસને કરતો ગાયબ,.
દુનિયા નાખે બળવા આગે, માણસ છે.
માણસથી એ અળગો થઇને રાચે છે,.
તોયે ક્હેતો દિલને ધાગે, માણસ છે.
ડૉ.સત્યમબારોટ
No comments:
Post a Comment