Saturday, 17 March 2018

અછાંદસ

આ શહેરની તાસીર બદલી છે
હાંફીને પણ ક્યાં નિરાંત વળી છે?
ઊંચી ઊંચી ઇમારતોની વચ્ચે
એકવાર પણ કયાં નજર નીચી ઢળી છે?
દોડવાનું જાણે ભાગ્ય થઇ પડ્યું છે
એક પોરાની કયાં ખબર મળી છે?
શ્રીમંતોની ઊંચી શાખ તળે આજ
આબરૂ સાચવવા મથતી ઝુંપડી જડી છે.
આબાદ કહેવાતા આ શહેરે "નીલ "
જીવતરના અવસરની કયાં ઉજવણી મળી છે??

રચના:નિલેશ બગથરિયા
              "નીલ "

No comments:

Post a Comment