Thursday, 15 March 2018

ગઝલ

શબ્દ જો એને સમાવે તો કહું

લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી, કોઇ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું!

કોઇને કહેવું નથી, એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું!
~ રાજેન્દ્ર શુક્લ

No comments:

Post a Comment