Thursday, 15 March 2018

૨, રચના

ક્યાંક આશું ની હેલી
થઈ .
એતો ક્યારે પણ
બંધ ન થઈ .
રુમાલ લઈ નિકળ્યા આશું
લુછવા પણ એની કોર પણ
ભીની ન થઈ .
એમને લાગ્યુ
આજે તો વર્ષા ની ધાર થઈ .
ક્યાં ખબર છે એમને આંખે
અમારી યાદ ની બુંદ થઈ .

- ચેતન પટેલ (સાગર)

તારા શ્વાસ મારા શ્વાસે ભળતા રહે
તો બસ .
આયખુ હોય મારુ ને પ્રાણ તારા
રહે તો બસ .
બંધનો બધા જ તુટી જાય તો
બસ .
આવી હવે એ મારા રોમેરોમ માં
ભળી જાય તો બસ .
બંધ હોય અધરો મારા ને
આંખ ની ભાષા સમજાય તો બસ .
દરેક ના દિલ માં લાગણી ના
સંબંધો રોપાય તો બસ .
તારા હાસ્ય માં ડુસકુ મારુ
ભળી જાય તો બસ .
નિકળે આશું ને વરસાદ
વરસી જાય તો બસ .
આશું મારા ખરે ને એની હથેળી એ
ઝીલાય તો બસ .
એનો દરેક શ્રીગાર મારા નામે થાય
તો બસ .
જીવન પથ પર એનો હાથ મારા
હાથ માં હોય તો બસ .
ધાવ મારા દિલ ના એના સ્પર્શે
રુઝાય તો બસ .

-ચેતન પટેલ ( સાગર)

No comments:

Post a Comment