Thursday, 15 March 2018

ગઝલ

માણસોને  સમજવાં સરળ  નથી,
બોલે   તેવું   હવે  આચરણ  નથી.

હોય   અંદર  ભલે  ઝાંઝવા ઘણાં,
બ્હાર   દેખાડવું  મારે   રણ  નથી.

પીડ  હો' મારી  કે  અન્યની અહીં,
જાણવા નવરું કો'એક જણ નથી.

વનમાં  છે ફક્ત ઓછાયા વ્હેમનાં,
સ્વર્ણનું  જોયું  મેં  કો' હરણ નથી. 

હર  છબીમાં  હયાતી  મળી  મને,
જેમાં  તું હોય ના એવો કણ નથી.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*ગાલગા/3 લગા*

No comments:

Post a Comment