તો જ આખી વાત સમજાશે તને.
પ્રેમ ની તાકાત પરખાશે તને.
તાલ લય કે સૂર તો છે કુદરતી.
ગીત તારું હર ક્ષણે ગાશે તને.
મૌન માં હા હોય ગાંઠે બાંધ તું.
શબ્દ ની નબળાઈ દેખાશે તને.
રણ કરે ભીનું ભલે માને નહીં.
ધરે ખોબો આચમન પાશે તને.
આંસુઓ નું વહન હળવા જો કરે.
રુદન નું રહસ્ય સ્ફૂટ થાશે તને.
જીંદગી ની આ બજારે હાલ બે.
અગર તોડાશે કે તોળાશે તને.
કાન પર ના હાથ "રશ્મિ" રાખતો.
જરુરી તે બધું કહેવાશે તને.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".
Thursday, 15 March 2018
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment