Thursday, 15 March 2018

ગઝલ

આ ખુદાની ગરજ હું કરી ના શકયો,
કૈં પ્રસંગે હરખ હું કરી ના શકયો.

પુસ્તકાલય સરીખી હતી જિંદગી,
આ હ્રદય પર વરખ હું કરી ના શકયો.

આવે તો બેઉં સાથે જ આવે અહીં,
ગમ – ખુશીની પરખ હું કરી ના શકયો.

જીવ નાખ્યાં તે સરખા ખુદા એટલે,
લાગણીમાં ફરક હું કરી ના શકયો.

જીવતા આવડયુંના મને કોઇ દિન,
કે, નજરને સરસ હું કરી ના શકયો.

© જયેશકુમાર 'જયલા'

No comments:

Post a Comment