Thursday, 15 March 2018

અછાંદસ

એક કવિતા
"પૂજા પૂર્ણ છે ?"

રોજ સવારે પૂજા ના વાસણો સાફ કરું ,
પણ વિકારોનો મેલ સાફ થતો  નથી.
દેવ સમક્ષ સફેદ ચિરોડીની રંગોળી કાઢું,
પણ મનમાં પ્રેમના રંગો ભરાતા નથી.
તાંબાના લોટે જળાભિષેક કરું,
પણ આસક્તિ પર ભક્તિ નું જળ છાંટાતુ નથી.
મંદિરમાં દીપ પ્રગટાવું છુ
પણ સમાધાનવૃતિનો દીપ અંતરમાં પ્રગટાવાતો નથી.
અગરબત્તી ને કપૂર જલાવું
પણ કુવિચારો બાળી શકતો નથી.
રોજ ધ્યાનમાં બેસું છું
પણ  ચંચલવૃત્તિ સ્થિર થતી નથી.
પુષ્પો ચડાવી પ્રસાદ ધરું છું
પણ સત્કર્મો સમર્પિત કરતા નથી.
તો શું પૂજા પૂર્ણ છે ?
બાકી બધું લૌકિક છે...
દીપ્તિ બુચ

No comments:

Post a Comment