આ શહેરની ખામોશીમાં,
મૌન ઉત્સવો ઉજવાઈ જાય છે...
ખોળવા જઈએ ભિડ,
તો
કબ્રસ્તાનમાં
એકલતા પડઘાય છે...
એકલી અટૂલી ભો પર,
ક્યારેક મેળા ભરાતા હોય છે...
પીળી પચરક રોશની અડકીએ,
તો
કાળી ડીબાંગ સડકો
ભરડો લઈ જાય છે...
ઉચી ઈમારતોમાં
સ્પઁશ ટાઢાબોળ હોય છે...
તળીયુ ગોતવા જઈએ,
તો
છુટી છવાયેલી આત્મીયતા
પાનાની રમતે ચડી જાય છે...
તવારીખ બદલાય ત્યારે,
બારીમાંથી ડોકીયુ થાય છે...
કલરવને શ્ર્વાસે ભરીયે
તો
હાંફતા ધબકારે,
નસનસ માં ખુન્નસ ઉભરાય છે...
ઉડવાની અભીલાષાએ
નીત માણસાઈ ભરખાય છે...
ખંખેરી લએ ખીસ્સા,
તો
મંદિરના પરીસરે
માણસ ઉભેઉભો વેચાય છે...
...પુનીત સરખેડી
Thursday, 15 March 2018
અછાંદસ
Labels:
પુનિત સરેખડી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment