Sunday, 3 June 2018

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

લાવ તારી વાતને

લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહુકાનાં તોરણીયે બાંધું.

બપૈૈયા પલળવું સાથે લઈ વરસાદી ફોરાંમાં ફાટફાટ આશાએ ઝીલવાની વાત;
ઝાકળનાં ગુલાબી સપનાઓ આંજી દે ટીપું સમ ટાણાંને અક્ષરમાં ગૂંથવાની વાત.
તળ લગ જલરવમાં માથાબોળ નાહી રહી સ્થિર રૈ છીપલીનાં ધારણીએ બાંધું.
લાવ તારી વાતને પંખી પાંખ કરી નાખું.....

પ્રભાતી આંખોમાં સાતસાત રંગોની ભાત લાલ ઓઢણીનો હેલારો વાયુ થઈ જાય;
બંધાતી મોતીની માળ લીલા દોરાના ધાગા લઈ આંગણીએ તોરણ મલકાય.
અાકાશે પલટાતા રંગ વહે દૂર પૂર વીજળીના ટાંકા લઈ વાદળીએ સાંધું.
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment