🌻
હવે...!
હવે આ ધરા પર ફરીથી મળી છે
હતી લાગણી જે અહીં પર ભળી છે
હરણ આંખમાં દોડતાં શું રડાવે
હસે છે હવા આમ ડાળી ઢળી છે
ખરેલાં બધા પાન પતઝડ વધાવે!
ઘણા ફૂલ ખીલે પછી પણ કળી છે!
અને મૌન રાખી કહે તું મનાવે
હવે હાર માટે જ સમજણ વળી છે
છલક પાંપણોની હતી બે ધડી બે
ભરી સાગરે આહ સરગમ બળી છે
જાગૃતિ મારુ "જાગુ"મહુવા
No comments:
Post a Comment