Sunday, 3 June 2018

અછાંદસ

જામફળી....

એટલા મીઠા જામફળ કે
પાકા થાય એટલી વાટ
ન જોઈ શકાતું....
અને એ પાછા બારેમાસ આવે.
કાચા ને નાના હોય તોય મીંઠા મધ !
જલસા પડે હો ....
પેલા વાંદરા, ખિસકોલી ને પક્ષીઓને
પણ મોજે મોજ...
પંદરેક વરસ વીત્યા હશે એ વાત ને ..
પણ આજે
પણ
જામફળી એટલી જ મીઠી લાગે યાદો રૂપે...

અંશ ખીમતવી

No comments:

Post a Comment