🌳શબ્દ ચાખી મૂકજે🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગા
બોર જેવા શબ્દ ચાખી મૂકજે,.
રામ થાશે એમ સાખી ઘૂંટજે.
ભાવ મીઠા ખાસ શ્વાસે રાખજે,.
દર્દમાંથી પ્રેમને તું ચૂંટજે.
શબ્દનાં ધાડાં પડ્યાં છે દિલમહીં,.
વાલિયો થઇ ને બધું તું લૂંટજે.
આવશે નારદ બની શબ્દો બધાં,.
ભાવ સાચો તું બનીને પૂછજે.
જિંદગી રાવણ સરીખી હોય તો,.
મોત આપે રામ એવું પૂંખજે.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment