*શબ્દ શણગાર પ્રતિયોગિતામાં
વિજેતા કૃતિ
હે માં શારદે
ચારવેદની સ્વામિની
અમે બાળ તમારા
વેદ ન જાણીએ...ભલે
પણ લાગણી ઉર ધરીએ
એવું કરુણા પુંજ દે હદયે.
હે માં શારદે
તેજ પુંજ તવ મુખ પર છલકે
અમ મુખ પર નહીં હો , ભલે
અજ્ઞાનતા રૂપી અંધારા વિશ્વે
દૂર કરીએ એટલું બળ દે જે.
તેજોમય વિશ્વ ,જ્ઞાનજયોતથી
જ્ઞાન પુંજ ઝળકે.
હે માં શારદે
વિણાવાદીની દેવી તમે છો,
સાતસૂરોનું સંગીત તમે છો,
મારું જ નહિં, સૌનું યે ભલુ હો
એવી મધુર ભાવના વહે.
હે માં શારદે
દેવી શારદે
નમન હો માં શારદે
બિનલ પટેલ' મીરાં'
*પ્રથમ* વખત વિજેતા
No comments:
Post a Comment