ઉઠાવી છે કલમ મિત્રો હ્રદય ઉમંગમાં બોળી,
રચી છે મેં ગઝલને રક્તનાં આ રંગમાં બોળી .
તમારાથી અલગ થઇને હવે જાશું અમે પણ ક્યાં ?
રડાવી નૈણનાં સપના વચનને વ્યંગમાં બોળી .
જમાનો છેતરી બેઠો બની જીવતા થયો ધોખો ,
કરું સંતાપ શાને હું નશીબો જંગમાં બોળી ?
હવે તો બીક લાગે છે દુવા તેની સફળ થાશે ,
જરા મન્નત હું માંગું છું હરખને અંગમાં બોળી .
જમાનોય શું કે'શે વિચારું હુંય વરસોથી ,
પછી હું સાંભળું "પલ્લું" મને તરંગમાં બોળી .
પલ્લુ......
No comments:
Post a Comment